સંપ માટીએ કર્યો તો ઈંટ થઇ
ઇંટનું ટોળુ મળ્યુ તો ભીંત થઇ
ભીંતના ભરોસે છત ટકી ગઈ
તો ભોયતળિયે એક નિરાંત થઈ
ભવ્ય ભવન ભાવનો એક રચાયો....
તો એક ખૂણે વ્હાલપ ની વાત થઈ
દિવસ હતો ને એની ઝુલ્ફો ફેલાઈ
એની આંખોમાં પૂનમ ની રાત થઇ
બાકી ક્યાં રાખ્યુતું દુનિયાએ કંઈ
પ્રેમ ઉપરથી નફરતની ઘાત ગઈ
ઘર બની જાય એક "પરમ" મંદિર
જો રહીએ સૌ પ્રેમમાં "પાગલ" થઇ
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
કવિ શ્રી અનિલ ચાવડા ના પ્રથમ શેર ઉપરથી તરહી રચના...
No comments:
Post a Comment