તું વાત કરે હંમેશા તારી મરજીની,
હું તો આમ જ અસમંજસમાં પડયાં કરું.
તું હવે મને છોડે કે રાખે સાથમાં,
હું તો આમ જ વિરહમાં વૈરાગ્ય માણ્યા કરું.
તું હવે મને આપે કાફલો કે રાખે એકાંતમાં,
હું તો આમ જ જુદાઈના ઘા ખમ્યા કરું.
તું ભલે મને યાદ ના કરે તારી યાદમાં,
હું તો આંસુને પણ છેડે બાંધ્યા કરું.
તું હવે ભેળવી દે મને રાખમાં,
હું આમ પણ બુઝાતી જાવ છું તારી આગમાં.
કાજલ કાંજિયા 'ફિઝા'
2/2/2017
No comments:
Post a Comment