Friday, 3 February 2017

ગઝલ

*મુઠ્ઠીમાં ભરી રેતી*

મુઠ્ઠીમાં  ભરી  રેતી  સમયને  બાંધુ  છું,
દોડી   દોડી   વિસ્તાર  મારો  સાંધુ  છું .

મીઠા જળની નદી ખારા દરિયાની દિવાની,
મારી જાતને ખારી કરવાં દરિયાને ચાહું છું.

ઝાકળનાં ટીપાની જેમ નથી થવું જમીન દોસ્ત,
હું કોઈના આંખનુ મોતી બનવા માગું છું,

ઈચ્છાઓના  હરણા  દોડ્યા  કરે  મનમાં,
તૃપ્ત કયાં થાય છે!મનને મનાવવા માગું છું.

ભૂલી ગયા ભગવાન ખુશીની રેખા આંકવાનુ
કરી  હથેળીમાં  લીટા ખુશી શોધવા જાઉં છું

છૂટ કયાં છે ? ખુલ્લા  દિલથી  ચાહવાની ,
પરવાનગી  લઈને  દિવાનગી  જતાવુ  છું .

સતત..હું કોણ?નો બોજ રહ્યા કરે છે મનમાં
ભીતર ભીતર ખોતરી ખુદને મળવાં જાઉ છું

સવાલોના બોજનો ભારો સદિયોથી લઈને ફરું,
પૂછી પૂછી સૌ ગુણીજનોને જવાબો આપું છું.

દિશા  છે  શૂન્ય, લાગણીઓ  પણ  મરી,
ગૂંગળામણ  ભરી જિંદગીથી હવે હું હાંફૂ છું.

કાજલ કાંજિયા 'ફિઝા '
3/2/2017

No comments:

Post a Comment