Sunday, 19 February 2017

ગઝલ

ગઝલ
”""""""""""""""""""""""
લાગણીઓ ધુમ્રશેર બની ફૂકાઈ ગઇ, 
રહી ગઇ તરસ અધખુલા અધરમાં .

આંખ સામે હતી છતાં ઓઝલમાં રહી,
વાટ જોતા રહ્યા રસ્તાઓ નયનમાં.

મોકળાશ તો હતી દિલમાં ઘણી,  
છતાં રહી ફક્ત કવિની કલમમાં

ગઇ તો આખે આખો બાગ લઇ ગઇ,  
ક્યાં ઉગે છે હવે ફૂલો ચમનમાં .

વાદળી બની ના વરસી કદી ,
ધરતી વેરાન થઈ તારી તરસમાં. 

નદીના બે કિનારા જેમ જીંદગી થઈ, 
વાત એ ખુદા ને હસે મંજુર પ્રણયમાં. 

દિલીપ ઠકકર(આદિપુર)
🎺🎺🎺🎺🎺🎺

.

No comments:

Post a Comment