Saturday, 11 February 2017

ગીત

વરસે તરસે

આભથી વરસી જાય હો પ્યારા
આંખથી તરસી જાય હો પ્યારા

જલ છે તોય જુદા જગને દીઠા
એક ખારાને એક શીતલ મીઠાં
ઓ કાના, હસી જાય પોબારા
આભથી વરસી જાય હો પ્યારા....
મને કહો ને મારા કાના...

એ જલે છીપલી આશા વળગે
આ જલધારામાં ભીતર સળગે
ઓ કાન, તનમન રે છે અંગારા
આભથી વરસી જાય હો પ્યારા....
મને કહો ને મારા કાના.....

વરસાદથી ઊગ્યા લીલા મોલ
આંસુ સીંચી થયા તરણાંને તોલ
અમે પડ્યા એકલ આ નોધારા
આભથી વરસી જાય હો પ્યારા...
મને કહો ને મારા કાના......

             મીના માંગરોલિયા

No comments:

Post a Comment