Saturday, 11 February 2017

ગઝલ

કોઈ ના મન ને કયાં પાંખ હોય છે
પણ એ વાત નું કયાં ભાન હોય છે.

કલ્પના વિહવળ બને ઉડવા માટે
થનગન હૈયું પાયલની શાન હોય છે.

કાબૂમાં રાખ તું હૃદયના ધબકાર ને
અહીંયાં જમાના ને પણ કાન હોય છે.

હોઠોની તરસને નજરથી ના છલકાવ
તારી નજરમાં મારૂ માન  હોય છે.

ઉડાન ને લાવ હવે  આમ ધરતી પર
યશવી પ્રેમ માં બધા બદનામ હોય છે.

yashvi

No comments:

Post a Comment