રહી રહી સુંદર સવારે તમે એકલા પડી ગયા,
ઝાકળ વિનાની બપોરે તમે એકલા પડી ગયા.
હજાર વાદાઓ, કેટલી કસમો, કેટલી મન્નતો,
છતાં જીવતા સથવારે તમે એકલા પડી ગયા.
હવા પર આંખ રાખીને, વાટ જોઈને બેઠા છે,
રંગીલા પ્રેમના તહેવારે તમે એકલા પડી ગયા.
સાડા સત્તર વર્ષ સુધી નો એકધારો સાથ હતો,
કોઈ મળ્યા ને અત્યારે તમે એકલા પડી ગયા.
ઘણા સંજોગો ખેડવા પડ્યા "રાગ' જિંદગીમાં,
તેમછતાં મળતા હોંકારે તમે એકલા પડી ગયા.
...ચિરાગ બી. દેવગાણિયા "રાગ'
No comments:
Post a Comment