કંટકોની આ ડગર છે,
તો'ય કેડી માતબર છે.
પાંખ કાપીને વળે શું?
અાખરે પીંજર નગર છે
હો ભલે મુશ્કેલ છંદો,
આજ બંદા બેફિકર છે.
રાત આજે છે સુગંધી,
યાદ એની તરબતર છે.
ના કહો આગળ કશું પણ,
હા,મને સઘળી ખબર છે.
આંખ એ મીંચી ગયો છે
પાંપણો પણ બેખબર છે.
ડૉ. અયના ત્રિવેદી
'અયુ'
સાંજી ગઝલ 21/2/17
No comments:
Post a Comment