Wednesday, 22 February 2017

ગઝલ

સાહિત્યસંગમ સાંઝી ગઝલમાં લખેલા શેર.
તક્તિહ : ગાલગાગા ગાલગાગા

લ્હાય બળતું જીવતર છે,
આગ અંતિમ રાહબર છે.

પ્રેમ માફક નાય આવે,
વાત, કફ કે પિત્તકર છે.

ઝાડને જો પગ ઊગે તો?
ચૂપ, આ ટાઢો પ્રહર છે?

પૌત્ર ગંગાજળ ધરે છે,
એ જીવન ભઈ, માપસર છે.

આ શિશું નેતા થવાનું,
આળસું આજે પ્રખર છે.

આટલાં આસાન આંસું?
આંખમાં જાણે મગર છે!

વૈતરું કર, થા ગધેડો.
ત્યાં ધરે સૌ બેખબર છે.

ચાલુ ગાડીએ ચડી જા,
જિંદગી મોજે સફર છે.

આવકારો ના મળે, શું?
આ સમસ્યા દરબદર છે.

એટલે દીવો ન બળ્યો,
આંખ એની સૂર્ય પર છે.

ભીંત પર ખીંટી લગાવો,
એક જણ બસ રાતભર છે.

રંગ, કપડાં, કેમ દેખે?
જો, હૃદય તો માતબર છે.
== મંથન ડીસાકર

No comments:

Post a Comment