Wednesday, 22 February 2017

ગઝલ

સમયથી ભલા વધારે ક્યાં! કોઈને ઊતાવળ હોય છે,
કળી સકાતો નથી માણસ એ થોડો આગળપાછળ હોય છે.

પ્રયત્નો કરવાનું થોડું છોડી દેવાય હારીને જીંદગથી,
જીવનમાં ભલે હમેશા કાંટાળા ગાંડા બાવળ હોય છે.

માનવીની ભવાઈ તો રોજ ભજવાતી હોય દરેક ઘરમાં,
ધોળા દાડે કોઈ ઘરે ભજવાતી ભૂખી ભુતાવળ હોય છે.

દીકરાઓ છો જનાજો ઊઠાવી સ્ભશાન સુધી લઈ જાય,
દીકરીના ખભે મા બાપની આશાની  કાવળ હોય છે.

ભુવાઓ એમની કળા બતાવી ભલે ખુશ થાય મનમાં,
બા રાજીના રેડ થતી હોય એ ગાલે ઘસ્યુ કાજળ હોય છે.
મુકેશ કાધાણી!નાકામ!

No comments:

Post a Comment