એક સુહાની શરારત હોય છે હંમેશા તારી જ મીઠી યાદોની
કે શણગાર કરે છે રોજ રોજ એજ મારી અંતર્મુખી એકલતાનો
આ મખમલી અંધારામાં શમણાઓના પ્રગટે છે પછી દિપક થઈ
સહારો હોય છે પછી એ જ એક માત્ર એકલીએકલી એકલતાનો
તસલ્લી દિલોજાન દોસ્તોની ખેંચી જાય છે પછી મયખાના તરફ
અને પુરેપુરો લાભ લે છે આ સાકી મારી લથડતી એકલતાનો
આરઝુઓ અરમાનો સપનાઓ ઈચ્છાઓ અને વળી હમદર્દી
ઓ હો હો હો કેટલો બધો વિશાળ છે પરિવાર આ મારી એકલતાનો
ને પછી ક્યારેક કરી લઉં છું એક મુલાકાત ખુદ સાથે પણ હસીને
ત્યારે એક જ સાચો સાક્ષી હોય છે ભીંતનો અરીસો મારી એકલતાનો
"પરમ" યાદોનું વિસ્તીર્ણ રેગીસ્તાન ને આ આજનો છેલ્લો જામ
સમયના "પાગલ" દરિયામાં ક્યાં હોય છે કિનારો મારી એકલતાનો
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment