Saturday, 18 February 2017

અછાંદસ

પ્રિતનો રંગ.

પ્રિતનો રંગ
ચડયો એવો વાલા
કેમ કરી છુપાવું!?
ચૂંદડી ઓઢી લીલી
તારા નામની કાના
રંગમા તારા રંગાવુ.
મિઠડા લઈ લઉં તારા
પછી....
મારી મીઠી નજરથી
તને હું બચાવું.
ચરણ સ્પર્શ કરું
મનથી ને પછી
એ ધૂળને હું
સિંદૂર બનાવું.
બસ હવે તો
ખાલી આ દેહ
રહી ગયો મારો
મન તો હવે
તારા માં જ સમાણું.
બસ, મળી જાય
નસીબથી એટલું
કે તારી પ્રિતમાં
જીવન  હું ..
મારું વિતાવું.
બસ એક વાર
મળી જાય
તારી હામી
પછી ના ....
મારે કયાંય
ગોકુળ છોડી જાવું.
કરું છું હું
એક જ અરજી
નિભાવી શકે
જો પ્રિત
તો જ ભરજે
હામી મારા વાલા.

કાજલ કાંજિયા 'ફિઝા'
12/9/2016

No comments:

Post a Comment