Saturday, 18 February 2017

ગઝલ

કયારેક બેફામ બની, બિન્દાસ થઈ જીવી લેવાનું,
લોકોની ચર્ચામાં રહીને બેફીકર બની જીવી લેવાનું.

ખુલ્લા હાથ કરી આકાશ નીચે ઉભા રહેવું છે.
વરસાદની બુંદોને હથેળીમાં ઝીલી જીવી લેવાનું

ટગર ટગર તને જોઈ આંખને નીચી કરી લેવાનું,
ફરી ફરી તેજ મુખને, વાંરવાર જોઈ જીવી લેવાનું,

સળગતા હૈયે અંગારા પર ક્યારેક પહોંચી જવાનું,
મંઝિલ ખબર નથી ,સત્યની શોધમાં જીવી લેવાનું,

જીવન મળેના વારંવાર પૃથ્વી કેરા આહલાદક સ્વર્ગમાં,
આંખમીચકારી અલ્લડ થઈ ક્યારેક ઝૂમી જીવી લેવાનું.

રૂપાલી ચોકસી "યશવી"

No comments:

Post a Comment