Wednesday, 22 February 2017

અછાંદસ

મળી છે આ ક્ષણ
જીવી લો ભાઈ ભરપૂર.
મોકાની રાહ નકામી
આવી ક્ષણને વધાવી લો ભાઈ ભરપૂર.
છે સંગાથે એ આજ
સથાવરે સ્નેહ વરસાવી લો ભાઈ ભરપૂર.
પામ્યું અઢળક જીવને
આપવાનું થોડું હૈયે વસાવીલો ભાઈ ભરપૂર.
જાગી ગયો સમયસર
સમયે સવારનો ઉત્સવ મનાવિલો ભાઈ
ભરપૂર.
એ કહે ને હું સાંભળું
સંવાદ મજાનો સાંભળીલો ભાઈ ભરપૂર.
છલોછલ થયાં પછી "નીલ"
ટીપે ટીપે શું કામ? વરસીલો ભાઈ ભરપૂર.
      રચના: નિલેશ બગથરીયા
                "નીલ"

No comments:

Post a Comment