વાર તિથિ કે વરસ કંઇ હોય નહીં !
પ્રેમનો નક્કી દિવસ કંઈ હોય નહીં !
હો ભલે વેરાન રણ સામે અહીં
ઝાંઝવાઓની તરસ કંઈ હોય નહીં !
તો બધું નિર્મળ અહીં દેખાય છે
આપણી ભીતર હવસ કંઇ હોય નહીં !
મિત્ર બસ, એકાદ હો તો પણ ઘણું
શત્રુ માફક આઠ દસ કંઇ હોય નહીં !
દૂરથી ડુંગર બધા રળિયામણા,
પાસ જાઓ તો સરસ કંઇ હોય નહીં !
ઓલવી નાંખ્યો દીવો પણ એટલે
આંખ હૂં ખોલું ને બસ કંઇ હોય નહીં !
પારુલ વાળા
No comments:
Post a Comment