એ રીતે એ ફોટા મોકલે,
જાણે કે ગલગોટા મોકલે.
પ્યાસ મારી સાગર સરખી
એ ખાલી જળના લોટા મોકલે.
મે જ સમયને બાંધી દીધો
મોત, ના જાસા ખોટા મોકલે
શ્ચાસનો ફુગ્ગો ફૂટી જવાનો
કાં અહંના પરપોટા મોકલે.
કશુ ના ઊકલતુ મનને કદી
સ્મિત જે મને મોટા મોકલે....
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment