Saturday, 18 February 2017

ગઝલ

શબ્દમાં પણ એક સંકોચના છે
દરેકના નામની પાછળ યાચના છે

ભૂલી ગયો હું બધું જ સારું મોળું
હજી તોય આવી વાતું તારા મનમાં છે

સફળતા પામવા તે ઘણી મહેનત કરી
દરેક સફળતામાં આશીર્વાદ માત-પિતાના છે

હ્રદયમાં પણ તિરાડો પડે છે
કદાચ હ્રદયમાં કોઈની ભાવના છે

આપી શકું હું મુજથી થોડો વ્હાલ
શૂન્યથી મહાન બનવાની જ નામના છે

ઈશ્વરને તો હું બધીજ રીતે ભજું છું
પુરી કરજે મારી જે મનોકામના છે

શત્રુ વિહીન જીવન કોઈ સંત જેવું છે
દોસ્તોની સંગે જીવન એક યારાના જેવું છે

"રહીશ" હું જલતો આ "ગઝલ ની દુનિયા"માં
"દીપક" તારી આવી સારી વાતોની યાચના છે

*રહીશ*

No comments:

Post a Comment