આ જગતમાં તો અમર કોઈ જ નથી,
મૌત જેવી હમસફર કોઈ જ નથી.
સાથ કફન સિવાય આવે કઇ નહીં,
આ કથનથી બેખબર કોઈ જ નથી.
મીટ માંડી ક્યારના બેઠા અમે,
દૂર તક આતૂ નજર કોઈ જ નથી.
હોય જયાં ત્યાંથી જલ્દી તું આવને,
જીવતું પ્રાણો વગર કોઈ જ નથી.
આજ બારે મેઘ વરસ્યા કર ગગન,
પલડવાનો જ અવસર કોઈ જ નથી.
કે જખમ પર જખમ બસ એવા કર્યા,
એમણે રાખી કસર કોઈ જ નથી.
કોઈ ખુશી કોઈ ગમ મુજને નથી,
મિલન-વિરહની અસર કોઈ જ નથી.
આમ નીકળ્યો છું જગતમાં શોધવા,
મંઝિલો ને, પણ સફર કોઈ જ નથી.
મૌત મારૂં ક્યારનું છે થઇ ગયું,
ક્યાંય પણ મારી કબર કોઈ જ નથી.
પ્રેમની આ રાહમાં "જયલા" હવે,
આપણો રહૈગુજર કોંઈ જ નથી.
29-06-2011
"જયલા" જયેશ પ્રજાપતિ
No comments:
Post a Comment