*_ગઝલ_*
*_૧૪ / ૨ / ૨૦૧૭_*
આમતો આ જિંદગીમાં વાત એવી પણ નડી છે.
મોતને ક્યાં જીંદગીની કાંઇ ચિંતા પણ પડી છે.
જીવતરને જીવવામાં તો ઘણા સંકટ હતાં પણ
જીંદગી સુખ દુ:ખ મહી સૌને સમું હરપળ લડી છે.
રાત આખી ચાંદ આજે જાગતો આ નભ મહી પણ
ચાંદની એને ધરા પર તો હજી પણ ક્યાં જડી છે.
રામની પણ રાહ દેખી સ્થિર છે વર્ષો થયાં એ
સ્વર્ગના જેવી જ શબરીની ય સુન્દર ઝુંપડી છે.
જ્ઞાન વિશે જાણતાના હોય એવા લોક માટે
વેદના ગ્રંથો ફ્ક્ત એ લોક ખાતર ચોપડી છે.
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment