Wednesday, 22 February 2017

ગઝલ

થોડોક મતભેદ હોય પણ ખરો,
એમાં ય કંઇ ભેદ હોય પણ ખરો.

મારી જ હો વાત તે છતાં જુઓ,
એનો જરા ખેદ હોય પણ ખરો.

એકાદ શબ્દ જો નીકળી શકે,
આખો જ એ વેદ હોય પણ ખરો.

આખી હવા સતત હોય તે છતાં,
એમાં જ એ છેદ હોય પણ ખરો.

આનો અરથ હજુ શોધવો પડે,
થોડોક પ્રસ્વેદ હોય પણ ખરો.

ડૉ. મુકેશ જોષી

No comments:

Post a Comment