|| પ્રેમની સફર ||
જાતી ન જડતી આજ અણધારી સફર
પથ સાવ ભટકી રાહથી મારી સફર
ક્યારેક અલ ઇશ્ક-એ-અદામાં આવતો
ક્યારેક પલ પલ ભાગતો સારી સફર
ઇતિહામને ઇતિહાદમાં ઇતિહાસ થ્યા
ઈલ્લત તણા ઈલાજમાં જારી સફર
ઈશાદ થાતા ઈશ્કમાં ઈબ્રત મળી
ઈમાન ઈમ્તિહાન દરબારી સફર
કડવી શરાબો હોય છે આખર નશો
પંથો શરાબી પાર ત્યા ધારી સફર
ઇસ બાતકા ઈસ્બાત દે વિશ્ર્વાસના
ઊજાડકે કી ઈશ્કને ખારી સફર
ના! ના! કરો મુજથી ગદારી સાંભળો
દૂરે છતા માંગે વફાદારી સફર
-કવિ ધાર્મિકભા ગઢવી
No comments:
Post a Comment