તરહી ગઝલ.
સાહિત્ય સંગમ.....
રંગ ભીનું આ નગર છે,
પ્રેમવશ પ્રત્યેક ઘર છે.
હર ગલી , શેરી, મહોલ્લો ,
લાગણીથી તરબતર છે.
છે વસંતો હર ગલીમાં,
હર દિલે ઝીલી અસર છે.
ફૂલ કોમલ હ્રદય સઘળાં ,
હેતભીની હર નજર છે.
આ હવા વ્હેતી અનોખી,
સ્નેહ સૌરભથી સભર છે.
છે મહોબતનો ધરમ બસ,
એટલી સૌને ખબર છે.
'દાજી '
No comments:
Post a Comment