Wednesday, 22 February 2017

ગઝલ

 જીવનમાં પહેલા જેવી એ દિવાનગી ના રૈ.
જીવન હજીય એજ  છે પણ જિંદગી ના રૈ.

ટૂંકા થયા છે અંગ  પ્રદર્શનમાં વસ્ત્ર જ્યાં;
એવી છે આધુનિકતા જ્યાં શરમીંદગી ના રૈ.

લુભાવી જાય મન આ  છે ક્યાં ? અપ્સરા હવે;
મોહક ચહેરે જે  હતી એ સાદગી ના રૈ.

જો હોત રાત આ તો ફરીયાદ કરતો હું;
 આ ચાંદ સામે દિવસે નારાજગી ના રૈ

*"સર્જક"* શું ઉપચાર પ્રણયનો કરે હજી ?
એના વિરહમાં કોઈ હવે માંદગી ના રૈ.

*-ગૌતમ પરમાર "સર્જક"*

No comments:

Post a Comment