Wednesday, 22 February 2017

ગઝલ

મારી માતૃભાષાની તો છે ઘણી વિસાત ,
લાગે ગોળથી ય મીઠી જયારે કરું વાત ,

દેશ તો જુઓ મારો છે ઘણોય વિશાળ ,
એમાં નાનકડો મજાનો એ મારો પ્રાંત ,

બધા સમાઈ જાય એવું દરિયાદિલ ,
જુએ ન ક્યારેય કોઈ પણ નાત -જાત ,

તહેવારો તો ઉજવે એવા શાનદાર ,
નોરતામાં ઘૂમે રે ગરબે આખી રાત ,

ચ્હાની ચુસ્કીએ માણે ખાખરા ને થેપલાં ,
સબડકે ખાય પાપડ સાથે દાળ - ભાત ,

છે ગુજરાતી હોવાનું ગૌરવ મને ,
શાનથી બોલું જય જય ગરવી ગુજરાત .

હિના શાહ " મહેંદી "

No comments:

Post a Comment