અધુરી છોડતા ના વાત હજુ તો રાત બાકી છે,
તમે આપો હવેતો સાથ હજુ તો રાત બાકી છે.
તમારી લાગણીના ભાવની કીમત ઘણી કિંતૂ,
અમે માથે ચડાવી જાત હજુ તો વાત બાકી છે.
અમારી જાત પર હમદમ તમારી ચાહના વરસે,
ઠરે મારી ખરી ઓકાત હજુ તો સાત બાકી છે.
ઘણી આશા સતી જીવન સફર ચાલે તમારે સંગ,
તમે છોડી ગયા સંગાથ હજુ તો રાત બાકી છે.
ચલી લાંબી તમારા નામની ચર્ચા બધે માસૂમ,
તમે છોડો બધી પંચાત હજુ તો રાત બાકી છે.
માસૂમ મોડાસવી.
No comments:
Post a Comment