Friday, 24 February 2017

ગઝલ

ડુંગર ડુંગર શિવા ડોલે,
સ્મશાને જો ડમરું બોલે.

લિંગે બીલી પત્રો ચડતાં,
તો સૌ બોલો બમ બમ ભોલે.

કંઠે એના સર્પો ઝૂલે,
પાછું ત્રીજું નેત્ર ખોલે.

દોષી લોકો કેવા ભાગે,
જયારે શિવા તાંડવ તોલે.

પોઠીયા પર શિવા આવે,
સ્વરો ગુંજે હર હર ભોલે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment