*પલ | હૃદયનો સીધો અનુવાદ*
સજાવી હોઠ પર મુસ્કાન એ ફોટો પડાવે છે,
લગાવી દાવ પર અરમાન એ જખ્મો મઢાવે છે.
હતાશાઓ-નિરાશાઓ બધુંયે સાચવે દિલમાં,
પછી હળવે રહીને સ્મિતનું મ્હોરું ચડાવે છે.
નથી નમતો કહીને જીવ કેવો રોફ ઝાડે છે !
પછી તો છેવટે એને ય એનો *હું* નમાવે છે.
કદી એકાંતમાયે નામ તારું બોલતો 'તો ક્યાં ?
હવે ગઝલો લખીને ગામ ને શ્હેરો ગજાવે છે.
હજી *આલાપ* તારો છે અને તારો જ છે *ધારા*,
ઘણી આવે નદી ને મૂળ-સોંતો હચમચાવે છે.
*આલાપ*
(With Sweet Smiling Wish of Happy Morning)
No comments:
Post a Comment