Saturday, 18 February 2017

ગઝલ

વાત લાગે બધા ની એક પણ
ચોટ સહૂની દોસ્ત ન્યારી હોય છે

દિસે મુખપર આનંદની આભા
મનમાં દુ:ખની કયારી હોય છે

આપણી મરજી નથી આજ અહીં
સુખ ની નજર બિચારી હોય છે

કાબિલિયત ભલે લાખ હો ય
નડતી અહીં દુનિયાદારી હોય છે

પાનખર ને કહૂ જા હવે તુ
જિવનમાં વસંત જરૂરી હોય છે

સાચવીને હર કદમ ચાલતી
રાહમાં બિછાવેલી કટારી હોય છે

જયાં પ્રવેશવું દોસ્ત તારા શહેરમાં
દિપાંજલી તારી અલગ ખુમારી હોય છે

દિપાંજલી 17/2/17

No comments:

Post a Comment