તારલાઓ ટૂંટીયું વાળી રાતના ખોળામાં પોઢ્યાં ,
ચાંદાને ટાઢ વાઇ , તેણે વાદળો ઓઢ્યાં .
રાત આખી સ્વપ્નો જોવામાં મશગુલ બનેલા ,
સુરજદાદા વહેલી સવારે આંખો ચોળતા આવ્યાં .
નિહાળી સપ્તરંગી ઉજાસને વાદળોમાં છૂપાયેલાં ,
વરસાદના ટીંપાઓ બધા મન મૂકીને નાચ્યાં .
મસ્તીમાં મસ્ત બન્યાં વ્રુક્ષો માંડ્યા ડોલવા ,
હરણાંઓ ટોળે વળી આ તમાશો જોવા દોડ્યા.
ખુશી ખુશી ઝૂકાવી ગરદન બધી ડાળીઓએ ,
હરગઘેલાં પર્ણોએ પરસ્પરનાં હોઠ ચુમ્યાં .
જાગવાનું ભૂલી ગયા બધા ઝાકળ બિંદુઓ ,
ફૂલો આંખ મિચકારીને તાલીઓ લઇને હસ્યાં .
નિહાળીને વાતાવરણને માદક બનેલું ' જશ ' ,
ભમરાઓ એક બીજાનો હાથ ઝાલીને ઊડ્યાં .
જશુ પટેલ
૧૯-૦૨-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment