ગઝલ : - ક્યાં જશે.
------------------------------
બે ઘડીની વાતમાં વરસો થયા,
બે શબદ ના કાફલાં આ ક્યાં જશે.
થઇ ગઇ મંજિલ અમારી ભૂતિયા,
રાહ ગોઝારા અમારા ક્યાં જશે.
ચાંદની ઓઢી અમે બેઠા હવે,
દાહ દેનારા તિખારા ક્યાં જશે.
જો વસંતો આંગણે આવી ઉભી,
આ નયન કામણ ભરેલા કયાં જશે.
આપ જો વાદળ થઇ વરસો નહીં,
હોઠ આ તરસી ગયેલાં ક્યાં જશે.
પ્રેમ જેવા શબ્દમાં માનો નહી,
આપને આ ચાહનારા ક્યાં જશે.
-- દેવેન્દ્ર ધમલ.
No comments:
Post a Comment