Wednesday, 8 February 2017

અછાંદસ

કેટલાંય દિવસોથી
આ દિવસની રાહ જોઈ હતી,
સવારથી જ ધબકારાઓની રેસ લાગેલી છે,
શ્વાસો પણ મૂંઝાયેલા છે ,
વિચારો તોફાને ચડ્યાં છે ..
કેટલાય સમયથી
મનની મનમાં રાખી હતી,
પણ હવે બસ ..!
આજે તો કહી જ દેવું છે ..
આ પાર કે ઓ પાર
પણ કહું શું  ?
કેવી રીતે મારી વાત કરું ..
ખરા સમયે શબ્દો દગો દઈ જશે તો ..?!
એ શું પ્રત્યુત્તર આપશે ?
હા કહેશે .... કે ...
ના  કહેશે ....
ઓહ્હો ......!
કહું કે ન કહું  ??!!
એ મારો પ્રસ્તાવ સ્વીકારશે ???
કે નહીં સ્વીકારે ...?!
શું થશે .....?

આવું વિચારયુદ્ધ ચાલી રહ્યું છે
ને હું શબ્દશૂન્ય ઊભી છું ...
એની સામે.....!

ત્યાં જ ..
શબ્દો સંભાળાયા ..

"મારા હાથની આંગળીઓની ખાલી જગ્યા ભરવા ,
મારા જીવનના ખાલીપાને હરવા ,
મારા અસ્તિત્વને સંપૂર્ણ કરવા ,
મારા સુખ -દુઃખની  સાથીદાર થવા ,
મારા મકાનને ઘર બનાવવા ,
મારા સંસારને મહેકાવવા ..
ને ....
મારા પ્રેમને પરિપૂર્ણ કરવા ...
બનીશ મારી જીવન સંગિની.. ?
આપીશ મારો સાથ ..?
સ્વીકારીશ મારું પ્રપૉઝલ ?"

જવાબમાં ...

આંખેથી દળદળતા આંસુ
ને ...
હોઠે ફરકતી મુસ્કાન સાથે ..
મહા મહેનતે બસ એટલું જ બોલાયું ..
"હા ... જીવનભર .."

-શબનમ

#HappyProposeDay

No comments:

Post a Comment