Wednesday, 8 February 2017

ગઝલ

વીતેલા વખતની ઉધારી એમ કરીને પૂરી કરી મેં
વર્તમાન ક્ષણમાં જ યુગની અવધિને જમાં કરી મેં

અપરિચિત આંખોમાં તળિયું જ ન આવી શક્યું કદી
ને અંતરના ઊંડાણે પહોંચી હુંફ હૈયાની ભેગી કરી મેં

રાહ નવી કંડારાઈ ગઈ ટોળાને તિલાંજલિ આપીને
ને એક ગુનેગારની જેમ મારી જાતને ક્ષમા કરી મેં 

એક દિવસ હળવાશની પળોમાં બેનકાબ થઈને
અરીસા પાસે મારા અસલી ચહેરાની માંગણી કરી મેં 

નિરાકરણ તો સમસ્યાનું મૌનમાં જ સમાયેલું હતું
સમજાયું જયારે વાદ વિવાદથી જાત અળગી કરી મેં

"પરમ" શમા બની ઝળહળી ઉઠયા એ મહેફિલમાં
પતંગાની પેઠે જલીને પછી જાતને "પાગલ" કરી મેં

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment