Wednesday, 8 February 2017

ગઝલ

નહીં કોઈ ગઝલ કે નહિ કોઈ કવિતા,
આ તો બસ હું અને મારા સ્વપ્નાઓ,

નાની કે મોટી માત્રા કે ગતિ,
કે લય સાથે મારે શું નિસ્બત?

આ તો છે બસ કોરા કેન્વાસ પર, 
ઢોળાયેલ મારી લાગણીઓ.

ભૂલથી પણ ના પૂરજે પિંજરે મને,
જો પંખી બની આવું,
મને તો ઉડવા આખું આકાશ જોઈએ,

સપનું બની આંખમાં અંજાવને તો,
મેઘધનુષના રંગ પણ ઝાંખા પડે.

ચાર ચાંદ બની પથરાઈશ તારા જીવનમાં,
ભલેને ચાર દિવસની ચાંદની હોવ.

અને હા, ભૂલથી પણ ભૂલવાનો પ્રયત્ન કરીશને,
તો કાયમની યાદ બની ટંકાઈ જઈશ.

દિલનો બંધિયાર ખૂણો જોઈ લેજે,
ક્યારેક ના મળું જીવનમાં.
ના આશ મને રહેવાની, રણમાં કે કણમાં,
રહેવું ગમે મને બસ એકજ તારા પ્રણ માં.

.. બીના ગોસ્વામી (રૂહ)

No comments:

Post a Comment