Wednesday, 8 February 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

લાંબી લાંબી વાતો માંડે બહુ જબરો છે,
વાતે વાતે વાંધો પાડે બહુ જબરો છે.

મારે માટે એકલ દોકલ મોજ વહાવે,
પીડાઓ આપે છે ધાડે બહુ જબરો છે.

દોથે દોથે મિલકત વહેંચી તો યે મિત્રો,
જીવ ગયો છે મબલખ ખાડે બહુ જબરો છે.

હું ઝભ્ભાને થીંગડાં મારી મારી થાક્યો,
તું ઝભ્ભાના ખિસ્સા ફાડે બહુ જબરો છે.

મારી મટકી ધ્યાને લીધી એ જ ઘણું છે,
મનમાં આવે ત્યારે તાડે બહુ જબરો છે.

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment