ભુલ થી દંભી દોસ્ત સીલેક્ટ પણ થાય ,
અજાણતા સારા દોસ્ત રીજેક્ટ પણ થાય ,
ભલે હોય રહેઠાણ અલગ અમ મિત્રો ના
અમારા વિચારો હંમેશા પરફેક્ટ પણ થાય ,
દુનિયા ભલે ને અઘરા સવાલો ઉઠાવે
છતાંય મિત્રો ના જવાબ કરેક્ટ પણ થાય ,
અમારે બહુરંગી જગત સાથે શું લેવા-દેવા
વિચારો ની આપ-લે ડાયરેક્ટ પણ થાય ,
જ્યારે કોઇ અંગત દોસ્ત પીઠ પાછળ વાર કરે
ત્યારે"જીગર" પર સાઇડ-ઇફેકટ પણ થાય ,
-ભુપેન(જીગર)
No comments:
Post a Comment