Sunday, 12 March 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

એક જણ અંદરથી આખો તૂટવા તૈયાર છે,
તું કહે તો જાતમાંથી છૂટવા તૈયાર છે.

એકડો તો આવડે છે પણ, શરૂ ક્યાંથી કરે ?
તું કરી દે શ્રી સવા તો ઘૂંટવા તૈયાર છે.

કાચ માફક જીવવાનું હોય તો કાઠું પડે,
જે સ્વભાવે સાફ છે એ ફૂટવા તૈયાર છે.

હું નિયતને સાફ રાખું તો ય એ શંકા કરે,
ફૂલ-શો સંબંધ છે ને ચૂંટવા તૈયાર છે.

બારણું અભિમાન રાખે તો કહો : *આલાપ* છે,
ભીંત સાથે રોજ માથા કૂટવા તૈયાર છે.

રંગબેરંગી શુભકામનાઓ અને મોજ મસ્તી સાથે...

*આલાપ* મહેતા
#CM_Sarkaar

No comments:

Post a Comment