Sunday, 12 March 2017

ગઝલ

હોળી પેલ્લા હોળી કરવાં,
સપનાં આવ્યાં ક્યાંથી મરવા?

મારે શું લેવા શું દેવા?
હું તો આવ્યો છું બસ ફરવા.

ચારે કોરે મીઠું મીઠું,
કેવી રીતે ઝખમો ભરવા.

હોડી દરિયામાં જઇ બેઠી,
ઝંઝા ગઇ છે ચારો ચરવા.

ધૂણી ધખાવી બાવો બેઠો,
દુ:ખોનાં દા'ડા પરહરવા.

ધગધગતા લાવાની ઉપર,
આંસુડા મેલ્યા છે ઠરવાં.

પાન જરા જ્યાં હસી પડ્યા ત્યાં,
મૂળિયાં પણ માંડ્યા છે ખરવાં.

કોણે કીધું લોહી લાલ છે?
હૈયા છે ગોરાં ને ગરવાં.

ખેતરમાં જો સોનું નીપજે,
ઢેફે ઢેફે દીવા ધરવા.

                 --અનિલ વાળા

No comments:

Post a Comment