Tuesday, 7 March 2017

ગીત

એકલ દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન
ભીની ભીની પાંપણોમા  ઝાકળ થઈ નીકળશુ  સાજન.

ફુલોની જેમ ખીલતા ખીલતા
              ખીલ્યું અવસરનુ ટોળું,
મોરપિચ્છના રંગો ચોળી
               હૈયુ તરબોળ  બોળુ,
આછેરા અજવાશે સ્નેહના  આંખડીયુમા ભળશુ સાજન.
એકલ દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન.

લીલોછમ્મ ટ્હુંકો   અમે એક છાતીસરસો ચાપ્યો. ,
ચાતક થઈને તરસે હૈયુ  ને ભાલમાં ચાંદો સ્થાપ્યો.
તારા સ્પર્શની ઝંખના કાજે  થઈ ચોમાસું પિગળશુ સાજન.
એકલ દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન.
ભીની ભીની પાંપણોમા ઝાકળ થઈ નીકળશુ સાજન....

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment