રસ્તે સીધા ચાલ્યો છું
તોય વારે વારે અટવાયો છું.
દુનિયાદારી ક્યાં જાણી શક્યો છું?
ને માટે જ ડાયરે ડાયરે ટોકાયો છું.
જીવતરે કર્મનિષ્ઠ રહ્યો છું
ને માટેજ ભારણ તળે દબાયો છું.
એક સાંધે તેર તૂટે બનતું રહે છે
હવે તો આ જિંદગીથી ભરમાયો છું.
કસ્તી કિનારે શોભે નહીં જાણું
મજબૂત પતવાર ને તોય મજધારે અટવાયો છું.
પરસેવે લથબથ રોજે રોજ છું
આખરે મળતા ઝાંઝવા પી હર બાર કેટલો સુકાયો છું.
કસોટીની રીત કુદરત તારી મંજુર રાખું છું
અભ્યાસક્રમ બહારના જ પ્રશ્નોથી પજાવાયો છું.
શૂળી પર ચડતી સારપ "નીલ" રોજ જોઈ છે...
પણ હજીયે એક માણસ થવાની હામ હૈયે સાચવી શક્યો છું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 5 April 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment