Wednesday, 5 April 2017

ગઝલ

હવે જીવન સફરમાં ભાર લાગે છે
તમારી યાદ ત્યાં ચિક્કાર લાગે  છે

ન ફાવે તો કહી દો પણ ન તડપાવો
તમારો પ્રેમ પણ ઉપકાર લાગે છે,

તને લાગે છે દુનિયા જે અસલમાં એ-
મને તો કોઈનો વિચાર લાગે છે.

હશે તારા ખુદાના ઘર આ મંદીરો,
મને તો આ બધુ વ્યાપાર લાગે છે.

દવા ખુટી નથી દર્દો વધી ગ્યા છે ,
ધરા આખી મને બિમાર લાગે છે.

તમે જીવન કહો છો જેને પાગલ એ-
મને તો  કોઈનો ઉતાર લાગે છે.

*પાગલ કોઈન્તિયાલ્વિ*

No comments:

Post a Comment