Wednesday, 5 April 2017

ગઝલ

ગૌતમ ભાઈ વાકાણી તરફથી અપાયેલ પાદ પૂર્તિની રચના:...તળાવ પર મળશું.

તું કહે એ પડાવ પર મળશું.
કર તું નક્કી ઠરાવ પર મળશું.

જ્યાં અટકતું વહેતુ ખાલીપણુ
શબ્દના એ તળાવ પર મળશું.

જીવવું મરવું રોજની ઘટના,
ક્યાંક થીજયાં બનાવ પર મળશું.

ધાન જેવી સુકાઈ ઈચ્છાઓ,
કોઈ સ્મિતના વટાવ પર મળશું.

પાંપણે પણ તને જ માંગ્યો'તો
સ્વપ્ન ઝાલી લગાવ પર મળશું.

છે સફરમાં અફાટ અંધારું,
ભીડ છોડી ઢળાવ પર મળશું.

શગ બળીને હવે ઢળી જાશું,
વાસણોના છપાવ પર મળશું.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment