Wednesday, 5 April 2017

અછાંદસ

લીલામાં થી
પીળી શું થઈ?
અભરખા થયાં,
ઝાડને ફરી જુવાન  થવાના
ને, આળસ મરડી
ખેરવી મને.
દુઃખ થયું પારાવાર
પહેલાં મને,
પણ પછી,
ખંખેરી દુઃખને,
અહીંથી તહીં
ઉડવા લાગી,
ગેલ કરવા લાગી,
હવા સંગે.

ૈ  કાવ્યાલ્પ  ૈ

અલ્પા વસા.

No comments:

Post a Comment