Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
મેઘ અનરાધાર વરસે તોય શું? તીવ્ર યાદો ચાર તરસે તોય શું?
ઊજવી છે જિંદગી મેં હાંસિયે, તું મથાળે સાર ફરસે તોય શું?
રેતમાં સચવાઈ છે ઘટના ઘણી, તે હવે આકાર ધરશે તોય શું?
ઝાડમાં તમરાં જ જાગતાં મળે, ડાળ વચ્ચે છાર રમશે તોય શું?
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment