Wednesday, 5 April 2017

અછાંદસ

"ભયાનક્તાની રાહ "
આખી રાત બળેલા --
બાવળના એ ઠૂંઠાની
કડવી શી ગંધ ,
સૂરજની રાહ જોતા
ડોકાઈ રહેલા સૂર્યમુખી ---
રાતરાણીની પાછલી મહેંક,
આજે જાણે  બધું
એકાકાર થઈને આમ
સાવ સૂની સડક -યાદોની-
પાર શ્રાવણી હેલીની જેમ
પાછલી બારીએથી-ભીતરથી -
ત્સુનામીની પેઠે ઉછળી ઉછળી
તારાજી લાવી રહ્યું છે
અને
હું? -
બસ બ્રહ્માના પડખું ફરવાની
રાહ જોઈ ,
ચાતકની તરસથી
તારા આવવાની કે
પછી તારાના આવવાની
ભયાનકતાની રાહ જોઉં છું.

-જીગીષા  રાજ

No comments:

Post a Comment