Wednesday, 5 April 2017

ગીત

કૃષ્ણને કાજે . કાવ્ય : શૌર્ય.

તારું રે તારું , મને લાગ્યું ઘેલું,
યાદોને કેમ કરી , પાછી ઠેલું .... તારું રે તારું !

ગાયો ચરાવતા ગુંજે જ્યારે વાંસળી,
લાગે અગન,ભલે હોય ના દીવાસળી,
સઘળા છોડી કામ,હું સીધી દોટ મેલું .... તારું રે તારું !

સંતાઈ તું બેડામાં મારે જ્યારે કાંકરી,
થાય દાસી થઇ જાવ,કરું તારી ચાકરી,
જીવન હવે તારા વિના નથી સહેલું .... તારું રે તારું !

એકજ આશા એ ફેરવું વલોણાંની દોરી,
આવે સંતાઈ તું કરવા માખણની ચોરી,
ક્યારેક પધાર હવે સુનું થયું મારું ડેલું .... તારું રે તારું !

હશે તારે અનેક પણ મારે તો તું એક,
કૃષ્ણ કે શ્યામ તું હવે મારી સામે દેખ,
આવ હવે આવ આવ્યું આ પાનું છેલ્લું .... તારું રે તારું !

તારું રે તારું , મને લાગ્યું ઘેલું,
યાદોને કેમ કરી , પાછી ઠેલું .... તારું રે તારું !
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment