Tuesday, 25 April 2017

ગઝલ

■ ગઝલ ■

પ્રતિક્ષા કરીને જો અમે થાકી ગયા,
હરપળ મરીને જો અમે થાકી ગયા.

  ઝાકળ મહીં ડોલતા જો વાયરા,
દિલમાં ભરીને જો અમે થાકી ગયા.

એ આપશે તો સઘળું એવી આશમાં,
ખોબો ધરીને જો અમે થાકી ગયા.

મળવા સદા આત્તુર હતા ને આંખમાં-
  -આંસુ ભરીને જો અમે થાકી ગયા.

બેઠાં થવાની 'રવિ' દવા આપી હતી,
  કિન્તુ ખરીને જો અમે થાકી ગયા.
              - રવિ ડાંગર  (મોરબી)

No comments:

Post a Comment