Tuesday, 25 April 2017

ગઝલ

*ગઝલ*

હું ખુદીની તલાશે જે મઝારે છું,
ઉંબરા પાર કારણથી વધારે છુ.

હું હતો ક્યાં નિખાલસ પણ પહેલાંથી?
બસ,મુલાકાતથી થોડો નિખારે છું.

આંખ તું એ સદા ખુલ્લી રહેવા દે,
આંખના મદ નશાના હું સહારે છું.

ચશ્મ,તારા સમંદરમાં નથી તરવું,
એ નજરથીય નાજુક હું કિનારે છું.

મેદનીના દર્દો લેવા ઊભો છું હું,
હા,ઉભો પ્રેમના તારા બજારે છું.
-મેઘરાજસિંહ પરમાર

🌷🌷🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment