પારકા કોઇનાયે હાથમાં રહું છું
કોઇ જો વાત કહે એ વાતમાં રહું છું
મારી જાતે લઉં ના હું અનુભવ લો
પારકી નૈયા હંકારી ખાસમાં રહું છું
લો મને છોડી દો મઝધારમાં એકલો
પાર નીકળીશ એ વિશ્વાસમાં રહું છું
મોતની તો ખબર ના ક્યારે આવશે એ
આવે તો કરવા સ્વાગત રાહમાં રહું છું
આંખમાં રોપી ઈશ્કિ લાગણીઓને
આપમેળે ઉઘડતાં દ્વારમાં રહું છું
સરલા સુતરિયા
No comments:
Post a Comment