એક કવિતા
🌹🌹🌹🌹🌹🌹🌹
જીંદગીમાં જીવવા જેવુંય કાંઇક લાગવું તો જોઈએ
ચાર દીવાલ વચ્ચે રહેતાં લોકો વચ્ચે ઘર જેવું લાગવું તો જોઈએ
ગીધ જેમ મંડરાય અપેકશાઓ ચારે તરફથી
જીવવાના હજારો કલાકોમાં કલાક એક પોતાનો લાગવો તો જોઈએ
પાંપણો નેવાં બની ચુંએ બારેમાસ આધાર વીના
એક તો હોય વાત એવી કે આંખમાં કણા જે ખુચવું તો જોઈએ .
નંબર તણી જંજાળથી છૂટકારો મળશે ક્યારે આ જાતને
માણસે ક્યારેક તો નામથી ઓળખાવું જોઈએ.
આમ ધીરજ ધરી કયાં સુધી જોયા કરીશ તુ.
ભગવાન તુ છે એવું કાંઇક
લાગવું તો જોઈએ ..
દિલીપ ઠકકર
No comments:
Post a Comment