ગઝલ
કોઈનાથી હવે દર જરા હોય છે
પાપના પુણ્ય થોડા નવા હોય છે
ઝાંઝવાની દવા તાપમાં નો મળે
ઝાડવાની હવા બસ દવા હોય છે
ખોબલે ખોબલે વાવ ખાલી કરી
ને નદીમાં હવે માછલાં હોય છે
ભાઈઓ જોરથી તો કરો બળ તમે
આભમાં વાદળા ડોલતા હોય છે
માછલીયો કૂવામાં ન જોવા મળે
પોતપોતાનું ઘર ગામમાં હોય છે
સ્વર્ગમાં ખોટબોલા વધી જાય છે
રામના નામમાં સત્યતા હોય છે
કોઈ પણ વાત તારી હવે માં કસમ
રોજ તેને હવે મારતા હોય છે
દિપક સોલંકી 'રહીશ'
No comments:
Post a Comment